મફત ટૂલ્સ
અમારા BOL ટેમ્પ્લેટ વડે શિપિંગ સુવ્યવસ્થિત કરો
અવરોધ વિનાનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર
આંતરરાષ્ટ્રીય શિપમેન્ટ અને માલિકીના ટ્રાન્સફર સરળતાથી થાય તે માટે દરેક વખતે બિલકુલ સચોટ બિલ ઑફ લેડિંગ ઇશ્યૂ કરો. સ્પષ્ટ, સચોટ દસ્તાવેજો ક્લિયરન્સ પ્રક્રિયાઓને મદદ કરીને અને ઝડપી બનાવીને કસ્ટમ અધિકારીઓ અને ગ્રાહકો બંનેને ખુશ રાખે છે.
આ મફત બિલ ઑફ લેડિંગ ટેમ્પ્લેટ ધોરણોનું પાલન કરતા, પ્રિન્ટ કરી શકાય તેવા અને ઇલેક્ટ્રોનિક BoL ફોર્મ જનરેટ કરે છે, જેનો ઉપયોગ તમે દુનિયામાં ગમે ત્યાં શિપમેન્ટમાં સહાય માટે કરી શકો છો.
FAQs
બિલ ઑફ લેડિંગ એ માલસામાન સાથે આવતો એવો દસ્તાવેજ છે જે શિપર અને કૅરિઅર વચ્ચેનો કરાર દર્શાવે છે અને જ્યારે માલનું ટ્રાન્સપોર્ટેશન થાય છે ત્યારે તેમના સંબંધોનું સંચાલન કરે છે. તેમાં શિપમેન્ટમાં રહેલા કાર્ગોની વિગતો હોય છે અને દસ્તાવેજ પર દર્શાવેલ પ્રાપ્તકર્તા પક્ષને તે શિપમેન્ટની માલિકી (ટાઇટલ) આપવામાં આવે છે. તે પક્ષ સામાન્ય રીતે એવી સંસ્થા અથવા વ્યક્તિ હોય છે જેને કાર્ગો શિપ કરવામાં આવી રહ્યો હોય છે.
જ્યારે કૅરિઅર શિપમેન્ટ પિક-અપ કરે છે, ત્યારે શિપમેન્ટ સાથે આવતા બિલ ઑફ લેડિંગ પર તેની સહી કરવામાં આવે છે. સહી સ્વીકારે છે કે શિપમેન્ટ કૅરિઅર પર છે, પછી ભલે તે ટ્રક, ટ્રેન, વિમાન અથવા વહાણ હોય. જ્યારે પ્રાપ્તકર્તા (જેને વારંવાર “કન્સાઇની” પણ કહેવાય છે) દ્વારા સહી કરવામાં આવે, ત્યારે તે પુષ્ટિ કરે છે કે બિલ ઑફ લેડિંગ પર વર્ણવેલ મુજબ માલસામાન પ્રાપ્ત થયો હતો. તે ડિલિવરીના પુરાવા તરીકે પણ કામ કરે છે.
Shopify નું મફત બિલ ઑફ લેડિંગ ફોર્મ ઝડપી અને ઉપયોગમાં સરળ છે, શરૂ કરવા માટે:
- બિલ ઑફ લેડિંગ ટૂલ પર જાઓ
- ઑનલાઇન ફોર્મમાં તમારી માહિતી દાખલ કરો
- “સબમિટ કરો” પર ક્લિક કરો
- Shopify તરફથી તમારા ઇનબૉક્સમાં બિલ ઑફ લેડિંગનો ઇમેઇલ આવે તેની રાહ જુઓ
- “હમણાં તમારું બિલ ઑફ લેડિંગ મેળવો” લિંક પર ક્લિક કરો
- “PDF ડાઉનલોડ કરો” પર ક્લિક કરો
Shopify નું બિલ ઑફ લેડિંગ ટૂલ તમામ વ્યવસાયો અને ઉદ્યોગસાહસિકો માટે વાપરવા માટે મફત છે.
જ્યારે પણ તમે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે માલસામાન શિપ કરી રહ્યા હોવ, ત્યારે બિલ ઑફ લેડિંગ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે, બિલ ઑફ લેડિંગ બે પ્રકારના હોય છે:
- સ્ટ્રેટ બિલ ઑફ લેડિંગ – જ્યારે શિપમેન્ટ માટે અગાઉથી ચુકવણી કરવામાં આવી હોય અને કૅરિઅર ખરીદનાર અથવા અન્ય યોગ્ય પક્ષને માલની ડિલિવરી કરી રહ્યું હોય, ત્યારે આનો ઉપયોગ થાય છે.
- ઑર્ડર બિલ ઑફ લેડિંગ – માલસામાનની ચુકવણી થાય તે પહેલાં જ તેમને શિપ કરવામાં આવે, ત્યારે આનો ઉપયોગ થાય છે. બિલ ઑફ લેડિંગ પર તે “to order of” તરીકે દર્શાવવામાં આવે છે અને ત્યારપછી મોટા ભાગે પ્રાપ્તકર્તાનું નામ હોય છે. ઑર્ડર બિલને “નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ (હસ્તાંતરણીય દસ્તાવેજ)” માનવામાં આવે છે, જેનો અર્થ એ છે કે તે પૈસાના વિકલ્પ તરીકે અથવા ચુકવણીના વચન તરીકે કામ કરે છે. જો ઑપન એકાઉન્ટ અથવા લેટર ઑફ ક્રેડિટ હેઠળ માલસામાન શિપ કરવામાં આવે, તો ઑર્ડર બિલ ઑફ લેડિંગનો ઉપયોગ થઈ શકે છે.
હા, તમે કરી શકો છો! ફક્ત PDF ડાઉનલોડ કરો અને બિલ ઑફ લેડિંગ પ્રિન્ટ કરો.