દુનિયાભરમાં અમર્યાદિત વેબ હોસ્ટિંગ

દરેક પ્લાનમાં તમારા ઑનલાઇન વ્યવસાય માટે ઝડપી, વિશ્વસનીય અને અમર્યાદિત હોસ્ટિંગ શામેલ છે

આજે જ તમારી 3-દિવસની મફત ટ્રાયલ શરૂ કરો

દરેક પ્લાન સાથે સુરક્ષિત હોસ્ટિંગ શામેલ છે

તમારી વેબસાઇટ હંમેશાં ઑનલાઇન રહે તે સુનિશ્ચિત કરવા અમે રાત-દિવસ સખત મહેનત કરીએ છીએ

અમર્યાદિત ઇમેઇલ ફૉરવર્ડિંગ

જ્યારે તમે Shopify નો ઉપયોગ કરીને ડોમેન નામ ખરીદો છો, ત્યારે અમે તમને મફતમાં અમર્યાદિત ફૉરવર્ડિંગ ઇમેઇલ ઍડ્રેસ આપીશું. જો તમારું ડોમેન નામ “yourstore.com” છે, તો હવે તમે “info@yourstore.com” જેવા ઍડ્રેસ બનાવી શકો છો.

તમારા નવા ઇમેઇલ ઍડ્રેસ (દા.ત. info@yourstore.com) પર મોકલવામાં આવેલા મેસેજ તમારા પહેલાંથી જ માલિકીના હોય તેવા ઇમેઇલ એકાઉન્ટ (દા.ત. youremail@example.com) પર ફૉરવર્ડ કરવામાં આવશે. આનાથી તમારો સમય બચશે અને તમારા વ્યવસાયને વ્યાવસાયિક દેખાડવામાં મદદ મળશે.

ઇન્સ્ટન્ટ અપડેટ

બધા Shopify અપડેટ ઑટોમૅટિક હોય છે, તેથી તમને કોઈપણ મુશ્કેલી વિના તરત જ નવીનતમ સુવિધાઓ મળશે.

તમારું પોતાનું ડોમેન

Shopify તમારી નવી વેબસાઇટ માટે ડોમેન નામ બનાવવાનું અને રજિસ્ટર કરવાનું સરળ બનાવે છે. તમે Shopify મારફતે નવું ડોમેન ખરીદી શકો છો, વર્તમાન ડોમેનનો ઉપયોગ કરી શકો છો અથવા તમારા મફત .myshopify.com ડોમેનનો ઉપયોગ કરી શકો છો.

કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક

કન્ટેન્ટ ડિલિવરી નેટવર્કનો ઉપયોગ કરનાર Shopify એ પહેલું હોસ્ટ કરેલું ઇકોમર્સ વેબસાઇટ સોલ્યુશન હતું.

CDN એ દુનિયાભરમાં સ્થિત સર્વરનું મોટું નેટવર્ક છે, જે સુનિશ્ચિત કરે છે કે તમારા ગ્રાહકો ગમે ત્યાં હોય તોપણ તમારો વેબસાઇટ સ્ટોર ઝડપથી લોડ કરી શકે.

અમારું CDN સૌથી પ્રતિષ્ઠિત CDN કંપનીઓમાંથી એક Fastly દ્વારા ઑપરેટ કરવામાં આવે છે.
દરેક પ્લાન સાથે સુરક્ષિત હોસ્ટિંગ શામેલ છે

તમારી વેબસાઇટ માટે અમર્યાદિત હોસ્ટિંગ

અમર્યાદિત બેન્ડવિડ્થ

અમે અમર્યાદિત બેન્ડવિડ્થ પ્રદાન કરીએ છીએ, જેથી તમારે વધતા ટ્રાફિક વિશે ચિંતા કરવાની જરૂર રહેતી નથી.

લેવલ 1 PCI અનુપાલન

કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારા ગ્રાહકનો ડેટા હંમેશાં સુરક્ષિત હોય છે.

કોઈપણ ડોમેન નામ

Shopify મારફતે ખરીદેલા કસ્ટમ ડોમેન નામ વડે તમારી બ્રાંડને ઑપ્ટિમાઇઝ કરો, વર્તમાન ડોમેન નામનો ઉપયોગ કરો અથવા તમારા મફત .myshopify.com ડોમેનનો લાભ લો.

મુશ્કેલી-મુક્ત સેટઅપ

જ્યારે તમે સાઇન અપ કરો છો, ત્યારે અમે તમને બતાવીએ છીએ કે તમારી વેબસાઇટ કેવી રીતે સેટ અપ કરવી. સાઇન-અપ કર્યાની અમુક સેકન્ડમાં જ તમારી સાઇટ બની જાય છે અને અપગ્રેડ હંમેશાં ઇન્સ્ટન્ટ થાય છે.

અત્યંત ઝડપી સર્વર

Shopify ના વૈશ્વિક સર્વર મારફતે તમારા ગ્રાહકોને ઝડપી અને દુનિયાભરમાં ઍક્સેસ પ્રદાન કરો.

આજે જ તમારી 3-દિવસની મફત ટ્રાયલ શરૂ કરો